• શ્રીબાઇ માતાજીના મંદીર નુ નવનિર્માણ કાર્ય હાથ ધરવામા આવેલ છે જ્ઞાતિ જનોએ યથાયોગ્ય સહકાર આપવા નમ્ર વિનંતિ.
shribai

શ્રીસોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇ આશ્રમ - તાલાલા(ગીર)

banner

શ્રીબાઇ માતાજી નો ઇતિહાસ

દક્ષ પ્રજાપતિના સંતાનો

એક્વાર દક્ષ પ્રજાપતિએ પોતાના ઘર આંગણે મહાયજ્ઞનુ આયોજન કર્યુ. આ મહાયજ્ઞમા ઋષિમુનિઓ ,બ્રાહ્મણો , દેવતઓ ઇંદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને નિમંત્રણ આપી યથા યોગ્ય આસન આપવામા આવ્યુ હતુ. દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઇ શંકર ભગવાનને આ મહાયજ્ઞ મા ભાગ લેવા માટે કોઇ નિમંત્રણ મોકલ્યુ નહિ તેમજ દેવતઓની સાથે કોઇ આસન પણ આપ્યુ નહિ.

 

પોતાના પિતાના ઘરે મહાન ધાર્મિક ઉત્સવ સમો મહાયજ્ઞ હોય અને પોતે ત્યા જઇ ન શકે તો દિકરી જમાઇ વગરનો પ્રસંગ ઉણો લાગે તેવુ માં ભગવતી પાર્વતીજી માતાને લાગ્યુ હ્દયની વાત દેવાધિદેવ મહાદેવને કરી પિતાજીને ત્યાં જવા માટે દિકરી જમાઇને આમંત્રણની શી જરુર હોય શકે ? એવી દલીલ કરી દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં જવા શિવજીને સમજાવવા લાગ્યા પરંતું નિમંત્રણ વગર શિવજી કાઇ રીતે જઇ શકે ?

 

મહાદેવિના હઠાગ્રહથી પ્રસન્ન થઇ ભગવાન શંકરે પાર્વતીજીને દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં નંદી સાથે જવા મંજુરી આપી.

 

દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં ભારે ઉત્સવમય વાતાવરણ વચ્ચે દરેક દેવતાઓ માટે યોગ્ય આસન હતું પરંતું મહાદેવ શંકર માટે કોઇ આસન રખવામાં આવ્યું ન હતું પાર્વતીએ જ્યારે આ જોયું ત્યારે દુખ થયું માતા પિતા પાસે જૈ મહાદેવના સ્થાન અંગે કહ્યું પરંતું ભગવતી મહાદેવીની પણ ઉપેક્ષા કરવામાં આવી રહી હતી.

 

ભગવતી માતા પાર્વતીજી પોતાના માતા-પિતાને સમજાવવા પ્રયાસ કરે છે, શિવજીની હજરી વગરનો મહાયજ્ઞ અધુરો જ ગણાશે એવી દલીલ્ની દક્ષ પ્રજાપતિ ઉપર કોઇ અસર થૈ નહિ એટ્લુજ નહી દક્સ પ્રજપતિ વિવેક ગુમાવી બેસે છે અને શિવજીની નિંદા કરવા લાગે છે.

 

પોતાના પતિ અને દેવાધિદેવ મહાદેવ્ની જાહેરમાં થતી નિંદા પાર્વતીજી સહન કરી શક્તા નથી અને તેઓ મહાયજ્ઞ અગ્નિ કુંન્ડ્માં પ્રવેશી પોતાની આહુતિ આપી દે છે.

 

શિવજીની અતિ નિંદા અને સતિ પાર્વતીજીએ આપેલી આહેતિથી શિવજીનો નંદી વ્યગ્ર બની દક્ષ પ્રજાપતિને શ્રાપ આપે છે, " હે દક્ષ પ્રજાપતિ .....! તું તારા મિથ્યા  જ્ઞાનને કારણે અભિમાનમાં ગરકાવ થયો છે તે શિવજીની નિંદા કરિ છે તે બદલ તું બ્રાહ્મણ ઉંચ્ચ જન્મ્યો હોવા છતા પણ કલીયુગમાં બ્રાહ્મણો ગણાશે નહિ અને સમાજની નિંદા તુચ્છાકારના અધિકારી બનશો."

 

મહાયજ્ઞમાં જે કાઇ બન્યું તેની જાણ ભગવાન શિવજીને થતાંજ તેમણે પોતાના પ્રતાપી ગણ વિરભદ્રને મોકલ્યો. દક્ષ પ્રજાપતિના મહાયજ્ઞનું વિરભદ્ર દ્વારા ખંદન કર્યું અને નાશ કર્યો.

 

આમ આપણે દક્ષ પ્રજાપતિના સંતાન હોવા છતાં અર્વાચિન કાળમાં આપણાં સમાજને તુચ્છ્કાર્ની દ્રષ્ટિથી જોવાય છે. પ્રજાપતી સમાજ ઉંચ્ચ આદર્શવાદી, પવિત્ર અને પરોપકારી હોવા છતાં નંદિના શ્રાપથી બ્રહ્માના પુત્રો આપણે બ્રહ્મણ હોવા છતાં કુમ્ભાર ( પ્રજાપતિ ) ગણાઇએ છીએ. પ્રજાપતિ જ્ઞાતિના ઉપરોક્ત દ્રષ્ટાંતો પુરાણ કથાઓમાં દ્રષ્ટિ ગોચર થતાં હોવાના અનેક ઉલ્લેખો છે.

 

પુરાણોમાં એક એવી પણ માન્યતા છે કે બ્રહ્મા જે રીતે પંચ તત્વથી માંનવી બનાવે છે તે રીતે દક્ષ પ્રજાપતિના વંશજો પણ (1) માટી (2) પાણી  (3) પ્રકાશ  (4) હવા  (5)  અગ્નિથી માટીનો કુમ્ભ બનાવ્યો, કુમ્ભએ પવિત્રતાનું  પ્રતિક ગણાય છે. અને કુમ્ભ બનાવનાર " કુમ્ભકાર " કહેવાય જે કાળેક્રમે કુમ્ભાર તરીકે સમાજ્માં ઓળખાવા લાગ્યા.

 

દ્વાપર યુગમાં પાંડવોએ પ્રજાપતિઓને ત્યાં ઉતારો કર્યો હતો ત્યારથી આજ દીન સુધી હિંદુ સમાજ્ની ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ બ્રાહ્મણો, વાણીયા, ક્ષત્રિયો, સાધુ સન્યાસીઓ વગેરે પ્રજાપતિઓના ઘરે રહેતા-જમતા અને એ રીતે પ્રજાપતિના ઘરને પવિત્ર માંવામાં આવ્યું હતું.

આધશક્તિનો અવતાર શ્રીબાઇ માતાજીનું જીવન દર્શન

મહા સુદ બીજ, માતા સેજુની કુખે પિતા રિધ્ધેશ્વરના ઘરે અવતર્યા પરમભક્ત શ્રીબાઇ માતા, ઉદાલક ઋષિ ગુરુ અને પતિ સિધ્ધેશ્વરના દર્શન કરી પાપ અને કષ્ટ દુર થાય. લોક હૃદયે " હાયકાર " સળગી ઉઠેલી અગનજ્વાળામાં હિરણ્યકશ્યપ બળીને ભસ્મ થઇ જશે અને જગમા વધશે ભક્તિનો મહિમાં.

 

ભક્તિ, ધર્મ અને સત્સંગને અત્યાચારથી ઉકળાવી હિરણ્યકશ્યપ અભિમાની બન્યો હતો. જેનો અંત ભક્તિ દ્વારા જ લાવવા મહામાયા આદિશક્તિ સ્વયંમ માતા શ્રીબાઇના નામે આ પ્રુથ્વી ઉપર પ્રજાપતિને ત્યાં કલાકારીણી રુપે પ્રગટ થયાં. શ્રીબાઇના પિતાજીનું નામ રીધ્ધેશ્વર હતું અને માતાનું નામ સૈજું હતું, તેમના ગુરુનું નામ ઉદાલક ઋષિ અને તેમના પતિનું નામ સિધ્ધેશ્વર હતું.

 

સંસારમાં હિરણ્યકશ્યપનાં વધતા જતા પાપાચાર અને અધર્મને નાથવા અને ભક્તિનો મહિમાં વધારી દૈત્યોનો નાશ કરી ધર્મની ધજા લહેરાવવાનો ગુરુમંત્ર ભગવાન શ્રી વિષ્ણુની પ્રેરણાથી ઉદાલક ઋષિએ શ્રીબાઇ માતાજીને આપી આદિ શક્તિના અવતારનું રહસ્ય સમજાવ્યું.

 

શ્રીબાઇ તેમનાં પતિ શ્રી સિધ્ધેશ્વર (હરિદાસ) ની સથે હિરણાવતી હાલની હિરણ નદીનં કાઠે ઝુંપડીમાં રહેતા હતાં. શ્રીબાઇ પોતાના પતિ સિધ્ધેશ્વર સાથે ઝુંપડીમાં રહે છે અને માટીનાં પાત્રો બનાવવામાં મદદગાર અને છે.

 

હિરણ્યકશ્યપનાં જ્ફ્જ્માં ઇશ્વર સ્મરણ્ની સજા મ્રુત્યું દંડ્ની હતી, આ પરિસ્થીતીમાં ધર્મ, પુજાપાઠ, સેવા ભક્તિ વગેરે બંધ થઇ ગયું હતું. સાચા ભક્તો અને ભાવિકો ભુગર્ભમાં રહી ઇશ્વર સ્મરણ કરતાં તો કોઇ મનોમન ભગવાનને યાદ કરી લેતું હતું. સ્વયંમ આદ્શક્તિ જ્યારે શ્રીબાઇ માતાજીના રુપે ભગવતકાર્ય માટે અને અસુરોનો નાશ કરવા દેહધારણ કરયો હતો.

 

શ્રીબાઇ માતાજી અને તેના પતિને કોઇ બાળક ન હતું જેથી એક બિલાડી પાળી હતી. જે બિલાડી પણ ભગવત કાર્યમાં એકાગ્ર રહેતી હતી. શ્રીબાઇ માતાજી માટીની કલાક્રુતીઓ બનાવવાની કામગીરી તેમજ પોતાના ઘરકામ માંથી પરવારી દરરોજ રાત્રીનાં પોતાનાં રહેઠાણ નજીકનાં ભોયરામાં ભગવાનાશ્રી નારાયાણનું ભગવત જ્ઞાન  આપતા હતા. અસુરી રાજ્યમાં કોઇ જોગમાયા ઇશ્વર સ્મરણ કરેછે. જે જાણી ઘણાં ભાવિકો આ ભોયરામાં કથા શ્રવણ માટે આવવા લાગ્યા છે.

 

એમ કહેવાય છે કે, રાત્રીનો સમય અને વળી ભોયરું જેથી માટીના કોડીયામાં ઘી-તેલ પુરી દીવો પ્રગટાવી બિલાડીને પાસે બેસાડી તેના માથા ઉપર દીવડો રખી શ્રીબાઇ માતાજી ભગવતકથા વાંચતા હતા. ભગવત સ્મરણમાં બિલાડી પણ ખુબજ એકાગ્ર બની જતી અને જ્યાં સુધી કથા વાંચન પુરુ થાય નહી ત્યાં સુધી નત મસ્તકે બિલાડી બેઠી રહેતી.

 

શ્રીબાઇ માતાજી આ નાનકડા પ્રસંગથી જ સંસારને ખાત્રી કરાવી આપી છે કે, ભગવત સ્મરણ્થી મુંગું પ્રાણી પણ વિનયી અને ભક્તિ સભર બની શકે છે.

 

આ બાજુ રાજભવનમાં દીતીની કુખે જન્મેલો પ્રહલાદ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહ્યો હતો. હિરણ્યકશ્યપે પોતાના દ્રુષ્ક્રુત્યોનું શક્ય તેટલું  સિંચન પ્રહલાદમાં કર્યું હતુ, અને આ કુમળા રાજકુમારને એવું સમજાવ્યું કે જગતનો નાથ, સર્વેશ્વર સર્વજ્ઞ,બ્રહ્મા વિષ્ણું અને મહેશ હું જ છુ. માટે આપણા રાજ્યમાં મારી પુજા ભક્તિ કરવા લોકોને રાજ આજ્ઞા આપી છે, અને રાજ આજ્ઞાનો ભંગ કરનારને મ્રુત્યું દંડની સજા ફરમાવી છે. કુમળા વયના પ્રહલાદને પિતાજીની આ વાત જ સત્ય જણાય તેનો નત મસ્તકે સ્વીકાર કર્યો.

 

એક દિવસ દાનવરાજે પોતાના પુત્રને પોતાની પાસે બેસાડી કહ્યું. 'કુમાર' તમો આપણા ચુનંદા સૈનિકો સાથે નગર યાત્રામા જાવ અને જે કોઇ પ્રભુ સ્મરણ કરતું હોય અને રાજ આજ્ઞાનો ભંગ કરતું હોય તેને રાજ દ્રોહી ગણી તેનો શિરચ્છેદ કરજો.પિતાજીની આજ્ઞા માથે ચડાવી રાજ આજ્ઞાનું પાલન નગરજનો કરે છે કે નહી તે જોવા પ્રહલાદ્જીએ રાત્રીના નગરયાત્રાનો પ્રારંભ કરવા નિરધાર કર્યો.

 

અહીં હિરણ નદીના કાંઠે શ્રીબાઇ માતાજીની ભક્ત બિલાડીએ સમયાંતરે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો. બિલાડીને એક ટેવ ખાસ હોઇ છે કે, તેના બચ્ચાને તે પોતાના મોઢામાં લઇને જુદા-જુદા સ્થળોએ ફેરવતી હોય છે. આ ટેવના કારણે તેમનાં પાંચે બચ્ચાઓને ઝુંપડીમાં રખેલા માતીના કાચા માટલાઓમા એક-એક અલગ અલગ રીતે રખી દીધા હતા.

 

દરમ્યાન શ્રીબાઇ અને તેના પતિદેવે આ બધા માટ્લાઓ નિંભાળામા ગોઠવી પકવી નાખ્યા. અગ્નિ શિખાઓમા માટલાઓ લપેટાય ગયા હતા ત્યાર બાદ ઘરકામ માથી પરવારી શ્રીબાઇ માતાજી ભગવત સ્મરણમાટે ભોયરામાં આવ્યા બિલાડીએ પોતાના બચ્ચાને જ્યાં રાખ્યા હતાં ત્યાં ગઇ તો બચ્ચા કે માટલા કઇંજ દેખાયુ નહી માનો જીવ સહજ આકુળ વ્યાકુળ બન્યો પરંતું ભગવત સ્મરણનો સમય થઇ ગયો હોય બિલાડી પણ ભોયરામાં આવી ગઇ. શ્રીબાઇ માતાજી એ નિયમ પ્રમાણે દિવડો બિલાડીના માથા ઉપર મુકી ભગવત કથાનો પ્રારંભ કર્યો

 

બિલાડીનુ ચિત આજે એકાગ્ર બની શક્યુ નહી અને દિવડો હાલક ડોલક બન્યો કદી નહી અને આજે આમ કેમ? શ્રીબાઇ માતાજી સહીત સૌ કોઇ શંકિત બન્યા. શ્રીબાઇ માતાજીએ દિવડો બિલાડીના માથા પરથી લઇ લીધો અને બિલાડી ઝડપથી ભાગી, બિલાડી ઘરમાં-ફળીમાં અને નિંભાડા નજીક દોડાદોડી કરવા માંડી શ્રીબાઇ માતાજી બધુ સમજી ગયા અને તેઓ નિંભાડા પાસે આવ્યા અને તરત જ મુર્છીત થઇ ગયા

 

શ્રીબાઇના પતિ શ્રી સિધ્ધેશ્વરે પત્નિને બેઠા કરી ભોયરામા લાવ્યા ત્યારે શ્રીબાઇ માતાજીએ બિલાડીના બચ્ચાની વાત કરી.

 

શ્રીબાઇ માતાજીએ બે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હેં દિન દયાળું હેં મારા રામ, હેં જગતપતિ મારી અરજ સાંભળજે, આ બિલાડીનાં પાંચેય બચ્ચા ભુલથી અજાણતા નિંભાડામા મુકાઇ ગયા છે અને નિંભાડાને આગ લાગી ચુકી છે, અમારામાથી તો મુંગા બચ્ચાઓ ઉગરી શકે તેમ નથી પણ તુ જ હવે ઉગારજે, આમ પ્રભુ ઉપર વિશ્વાસ રાખી પ્રાર્થના કરવા લાગે છે.

 

દાનવપુત્ર પ્રહલાદજી સૈનિકો સાથે નગરયાત્રાએ નિકળે છે, પ્રહલાદજીના કાને "હરિ હરિ" નો અવાજ સંભળાયો, આસ પાસ ચોપાસ કોઇ દેખાયુ નહી.છ્તાં પ્રભુસ્મરણનું ગુંજન ચાલતુ હતું તેથી પ્રહલાદજી સૈનિકો સાથે તપાસ કરતા ભોંયરામા આવી પહોચ્યા.ખુલ્લી તલવારે રાજનાં સૈનિકો સાથે પાટ્વીકુંવર પ્રહલાદજીને જોઇ શ્રીબાઇને ખ્યાલ આવી ગયો કે રાજઆજ્ઞા નો ભંગ કરવા બદલ મોતનો પૈગામ જ આવ્યો છે

 

 પરંતુ જોગમાયાનો અવતાર શ્રીબાઇ માતાજી બિલાડીના પાંચ બચ્ચાને ઉગારવા અને કુપાત્ર (દાનવપુત્ર) ને ભક્તિના માર્ગે વાળી પાત્ર બનાવવા પોતાના જીવનની આહુતિ દેવા તૈયાર થયા અને પ્રભુ સ્મરણ કરતા રહયારાજઆજ્ઞાની અવગણના પોતાની હાજરીમાં થતાં દાનવપુત્ર પ્રહલાદજી ત્રાદ પાડે છે કે, રાજઆજ્ઞા તે સાંભળી નથી? તું કોનુ રટણ કરી રહી છે?

 

આમ છતાં પ્રભુભક્તિમા શ્રીબાઇ તલ્લીન બને છે અને પ્રાર્થના કરે છે કે, હે ભગવાન આ બિલાડીના બચ્ચાઓને જીવતદાન આપો. પથ્થરમા પણ પ્રાણ પુરનારા, માતાના ગર્ભમા બાળકનું પાલન કરનાર હે જગતાત આ ભીષણ અગ્નિકાંડમાંથી બિલાડીના બચ્ચાઓને ઉગારી જીવતદાન આપો. પ્રહલાદજી ક્રોધીત થૈને કહે છે કે હેં કુંભારણ મારા પિતાશ્રી હિરણ્યકશ્યપ સિવાય આ જગતનો કોઇ નાથ નથી, સર્વ સતાધિશ એકમાત્ર હિરણ્યકશ્યપ છે ત્યારે જે જોઇ શકાતો નથી, જેનું નામો-નિશાન નથી અને તું જેનું સ્મરણ કરે છે તે શ્રીહરિ કે મારા પિતાજી? મારા પિતાજી સિવાય કોઇ ઇશ્વર આ સંસારમા નથી, અને હોય તો તે કોણ છે ક્યાં છે

 

શ્રીબાઇ કહે છે, હેં કુમાર સાંભળો આ સંસારનો રચયિતા, પાલન પોષણ કરનાર અને સંહારક શ્રી જગદિશ્વર છે જેમણે તમારા પિતાજી જેવા હાડમાંસ ના પૂતળા કે જે નાશવંત છે તેવા સૈકડો બનાવ્યા છે અને નાશ કર્યા છે. પ્રહલાદજીએ શ્રીબાઇને કહયું કે તુ રાજ્દ્રોહી છો અને રાજદ્રોહ ના અપરાધમાં તને મૃત્યુ દંડ્ની સજા કરવી પડશે

 

શ્રીબાઇએ ફરીથી કહયું હે કુમાર સાંભળો, મે કોઇ રાજદ્રોહ કર્યો નથી પરંતુ આ નિંભાળામા અગ્નિજ્વાળાઓ વચ્ચેના માટલાઓમાં આ બિલાડીના બચ્ચાઓ ભુલથી મુકાઇ ગયા છે જે બચ્ચાઓને જીવતદાન મળે તે માટે ભગવાન જગદીશ્વર શ્રી વિષ્ણુને પ્રાર્થના કરું છું. રાજકુમાર જેનુ રક્ષણ કરનાર શ્રી વિષ્ણુ છે તેને મૃત્યુ દંડ્ આપનાર આ સંસારમા કોઇ નથી. હે કુમાર તમે રાજકુમાર છે પરંતુ પ્રજા ઉપર ત્રાસ ગુજારવો સારી વાત નથી દિન દુખી લોકોના અવાજ સાંભળીને સ્વયં ચર્તુમુખ શ્રી વિષ્ણુ ભગવાન આવી પોતાના ક્રોધાગ્નિથી અત્યાચારીઓને સળગાવી નાખશે. રાજકુમાર મારો ભગવાન સાચો છે, અને જરુરથી આ બિલાડીના બચ્ચાઓને અગ્નિ ભરેલા આ નિંભાળામાથી ઉગારી લેશે.પ્રહલાદજી વળી પાછા શ્રીબાઇને કહે છે હેં કુંભારણ અગ્નિ જ્વાળાઓમા રહેલા કોઇ જીવ બચી શકે નહી, તારો ભગવાન પણ બિલાડીના બચ્ચાઓને ઉગારી નહી શકે.

 

શ્રીબાઇ માતાજીએ કહયું, કુમાર તમો ભગવાનની સચ્ચાઇ ઉપર વિશ્વાસ રખો, અને પછે જુઓ આ કે, ભિષણ અગ્નિકાંડ્માથી બચ્ચાઓ ઉગરી આવશે જેમાં શંકા રાખવાનું કોઇ કારણ નથી.રાજ્કુમાર પ્રહલાદજી થોડા ઠંડા પડ્યા તેમણે આ અગ્નિ પરીક્ષની ખાત્રી કરવા પોતાનું ચુનંદા સૈનિકોને ત્યાજ રહેવા જણાવ્યું અને જ્યં સુધી પોતે આજે નહી ત્યાં સુધી નિંભાળો નહી ઉખેળવા આદેશ આપ્યો.

 

પ્રભો યદિ આજ મેરી બાત બિગડ જાયેગીતો દિનાનાથ લાજ તુમ્હી કિ જાયેગી મેરે પ્રણો કી બાજી હેં, તુમ્હારા સિર્ફ સહારા હેતુમ્હી અબ પ્રાણ બચાઓગે,બસ મુખમે નામ તુમ્હારા હેંમમ લાજ જહાજ કો ખેવન કા,જગદિશ અવા મે આ જા ના,બિલ્લી બચ્ચે જલે નહ

 

 આકર કે જાન બચા જાનાનહિ આયે તો પ્રાણ મેરા જાયેગાદીનાનાથ દયા તુમ્હી કો આયેગી.

 

શ્રીબાઇ ભગવાન શ્રી વિષ્ણુની પ્રાર્થના કરી રહ્યા છે. પ્રાત:કાળ થયે રાજકુમાર આવી પહોચ્યાં અને નિંભાળો ખોલવાની આજ્ઞા આપી. શ્રીબાઇ અને તેના પતિએ નિંભાળો ખોલવાની શરૂઆત કરી, ભક્તની ભક્તિ એંરણ પર ચડી હતી. નિંભાડામાથી એક એક કરી માટલાઓ બહારા કાઢવામા આવ્યા છેલ્લે માત્ર પાંચ જ માટલાઓ રહ્યા છે, અત્યાર સુધી બિલાડીનું એક પણ બચ્ચુ બહાર આવ્યું ન હતું? શ્રીબાઇ ધ્રુજી રહ્યા હતા, ધ્રુજતા હથેજ છેલ્લા પાંચ પૈકીનો એક ઘડો ઉપાડયો તેમાંથી તુરતજ એક બિલાડીનુ બચ્ચુ બહાર દોડી આવ્યું. એક એક કરીને એમ પાંચેય ઘડામાથી પાંચેય બચ્ચા જીવંત બહાર આવ્યા અને પાંચેય ઘડા કાચાજ રહ્યા.

 

શ્રીબાઇની આંખોમા આનંદ હર્ષના ઝળઝળિયાં આવ્યા તેમણે પ્રભુનો પાડ માન્યો. પ્રહલાદજી આ વણકલ્પ્યું દ્રશ્ય જોઇ દિગજ રહી ગયા અને શ્રીબૈ અને તેના પતિના પગે પડી ગ્યા અને તેમણે શ્રીબાઇ માતાજી પાસે થી ગુરૂ દક્ષિણા લીધી.

 

પ્રહલાદજી બોલી ઉઠ્યા :" પાંચ પાત્ર કાચા રહી ગયા તેમા દીઠા બિલાડીના બાળ એ રે એંધાણે હરિને ઓળખ્યા હવે નહીં છોડું શ્રી હરિ. "

 

આમ શ્રીબાઇ માતાજીએ પ્રજાપતિ સમાજમા અવતાર લઇ ભગવત સ્મરણ બિલાડીના બચ્ચાને ભક્તિની કિર્તી વધારી ભક્ત પ્રહલાદજીના ગુરૂ બનીને ઇશ્વર જ્ઞાન આપ્યું.

 

ગીર સોમનાથ જીલ્લાના સરવા વન્ય પ્રદેશમાં ગિરિવર ગિરનાર અને ગિરિકંદ્રાઓ વચ્ચે તાલાલા ખાતે આવેલી હિરણ નદીને કાંઠે આવેલ શ્રીબાઇધામ આજે પણ નિંભાડો અને જલધારાના પ્રવાહ ઇતિહાસ અને પુરાણોની સાક્ષી આપી રહેલ છે.

 

શ્રીબાઇ માતાજીના ભવ્ય ઇતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શ્રીબાઇધામના ભવ્ય મંદિરે આજે પણ શ્રધ્ધા, ભક્તિ અને પરોપકારની ત્રિવેણી સંગમ સમુ યાત્રાધામ બની રહ્યું છે.

 

 

 ॥ જય શ્રીબાઇ માતાજી ॥

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Subscribe Our Newsletter