• શ્રીબાઇ માતાજીના મંદીર નુ નવનિર્માણ કાર્ય હાથ ધરવામા આવેલ છે જ્ઞાતિ જનોએ યથાયોગ્ય સહકાર આપવા નમ્ર વિનંતિ.
shribai

શ્રીસોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇ આશ્રમ - તાલાલા(ગીર)

banner

શ્રીબાઇ આશ્રમમાં આપનું સ્વાગત છે

સંસારના જીવોમા માનવ જીવન દુર્લભ છે. માનવ જીવનાને ભગવદ સ્મરણમા, પ્રભુ ભક્તિમા અને લોક કલ્યાણમા દીન દુ:ખી નબળા અને શોષીત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે સતત પ્રયાશો કરવા જોઇયે.

સત્ય, દયા, તપસ્યા, આચાર વિચાર, ઉંચ્ચ નીચના ભેદ ભાવનો ત્યાગ, બ્રહ્મ્ચર્ય, પરદુખભંજક્તા, સ્વધ્યાય, સરળતા, સંતોષ અને મહાત્માઓની સેવા અને આત્મ કલ્યાણ કરી પ્રભુનુ પરમ પદ પામવા પ્રયાશો કરવા જોઇયે. .

માનવ જીવન એક ખેતર છે, મન, કર્મ, વચન એ ખેડુત છે. પાપ અને પુણ્ય અલ્જ છે, જેવુ વાવશો તેવુ લણશો. માનવિ આ વીચારને જો પાયાની ઇંટ બનાવી હ્યદયમા રામ રાખી જીવન જીવી જાણે તો તેનો ભવભવનો બેડો પાર થઇ જાય.

દરેક સમાજ્ના લોકોને આવી સદભાવના, ધર્મ અને સત્યની પ્રેરણા આપતી સંસ્થા શ્રીબાઇધામ ગુજરાત રાજ્યના તાલાલા(ગીર) ખાતે ખળ ખળ વહેતી હિરણાવતી નદીના પાવન તટ પર સ્થિત થયેલ છે.જે ભારત ભરમાં યાત્રાધામ તરીકે પણ પ્રખ્યાત છે. જ્યાં ધર્મનિષ્ઠ ભક્તો ની ભીડ હંમેશા રહે છે અને જ્યાં ભજન અને કીર્તન ની રસધારા વહેતી રહે છે.

શ્રીબાઇધામ એ શ્રીબાઇ માતાજીની પાવન તપોભુમિ છે, જ્યા શ્રીબાઇ માતાજીએ સ્નાતન ધર્મ ની જ્યોત પ્રગ્ટાવી ભક્ત પ્રહલાદ ને શ્રીહરિનો મહિમા સમજાવી આત્મબોધ આપ્યો એજ આ દિવ્ય ભુમિ છે. જે સમગ્ર સમાજનુ શ્રધ્ધા કેંદ્ર છે. આ શ્રધ્ધાના તંતુ દ્વારા સમગ્ર સમાજ્ને જોડનારૂ અનેરૂ માધ્યમ એટ્લે શ્રીબાઇધામ.

માત્ર પ્રજપ્રતિ સમાજ માટે જ નહિ, સર્વ વર્ગના લોકોને માનવ કલ્યાણ અને સત્ય, અહિંસા અને ભક્તિનો સંદેશો આપનાર શ્રીબાઇ માતાજી એક શક્તિ છે.

Subscribe Our Newsletter

છેલ્લા તહેવાર ની છબી